મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જોકે સુપ્રીમ પોતાનો ચુકાદો આપે તે પહેલા કહ્યું છે કે આની અસર પુરા દેશમાં પડી શકે છે. જેને પગલે હાલ સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
સાથે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે શું કોઇ રાજ્ય કોઇ વર્ગને પછાત જાહેર કરી શકે કે પછી આ અધિકાર માત્ર સંસદ પાસે છે? કોઇ રાજ્ય ચોક્કસ વર્ગના લોકોને પછાત જાહેર કરીને અનામત આપી શકે કે પછી આ નિર્ણય લેવાનો અધિકાર બંધારણના 102માં સુધારા બાદ સંસદ પાસે જ છે તે અંગે સુપ્રીમ કોર્ટ વિચાર વિમર્શ કરશે.