સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરશે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આ પછી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.