રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ અંગે શનિવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપતાં વિવાદિત સ્થાન મંદિર માટે કેન્દ્ર સરકારને સોંપ્યું છે. અલબત્ત, બે સદી જૂના આ વિવાદમાં હજુ આ ચુકાદો પણ અંતિમ નહિ હોય. ચુકાદાથી અસંતુષ્ટ પક્ષકારો હજુ પણ રિવ્યુ પિટિશન દાખલ કરી શકે છે.
રિવ્યુ પિટીશન એટલે કે પુનઃવિચારણા અરજી કે જે આ ખંડપીઠ સમક્ષ જ આવે છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠ દ્વારા આ સુનવણી અંગે ચૂકાદો આપ્યા બાદ પક્ષકારોની રિવ્યુ પિટીશન દાખલ કરવામાં આવે તો તેવા સંજોગોમાં સુનવણી કરવી કે નહીં તે અંગે સુપ્રીમે નક્કી કરવાનું રહેશે.
સામાન્ય રીતે રિવ્યુ પિટીશન અંગે ખુલ્લી કોર્ટમાં સુનાવણી થતી નથી પરંતુ ચેમ્બરમાં થાય છે, જો અરજદાર ઓપન કોર્ટમાં સુનવણી કરવા માટે વિનંતી કરે અને કોર્ટ આ માટે તૈયાર થાય તો ઓપન કોર્ટમાં સુનવણી થઈ શકે છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ ઓપન કોર્ટમાં સુનવણી માટે તારીખ આપશે.
એ પછી બીજો વિકલ્પ ક્યુરેટિવ પિટિશનનો છે. આ અરજીમાં મૂળ ચુકાદા સામે પુનઃ વિચારણા થઈ શકતી નથી, પરંતુ તેમાં સામેલ કેટલીક જોગવાઈઓ અંગે પુનઃ વિચારણાની અરજી પક્ષકારો દાખલ કરી શકે છે. આમ, હજુ પણ આ વિવાદનો પૂર્ણતઃ અને કાયમી નીવેડો આવી ગયો એમ માનવું વહેલું ગણાશે