દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલી કાઢવાના મુદ્દે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે પણ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ બાબતે દિલ્હી પોલીસે નિર્ણય કરવાનો છે, સુપ્રીમ કોર્ટે નહીં.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી સૂચના આપી હતી કે ટ્રેક્ટર મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લો. છેલ્લા 56 દિવસથી દિલ્હીના સીમાડે અડ્ડો જમાવી બેઠેલા હજારો કહેવાતા ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પરેડ યોજાઇ રહી હોય ત્યારેજ ટ્રેક્ટર રેલી કાઢવાની ધમકી ઉચ્ચારતાં દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકાર બંને ચોંકી ઊઠ્યા હતા. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ આ ટ્રેક્ટર રેલી બાબતે કોઇ આદેશ આપે.