સુપ્રીમ કોર્ટે લવ જેહાદના કાયદા પર રોક લગાવવાનો હાલ પૂરતો ઈનકાર કરી દીધો છે અને સાથે સાથે કોર્ટે યુપી તેમજ ઉત્તરાખંડની સરકારને નોટિસ મોકલીને ચાર સપ્તાહમાં તેના પર જવાબ માંગ્યા છે.
અલગ અલગ રાજ્યોએ બનાવેલા લવ જેહાદના કાયદા પર રોક લગાવવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.જેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આજે કહ્યુ હતુ કે, આ જ પ્રકારની માંગ યુપી અને ઉત્તરાખંડની હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે.તેના પરની પિટિશન પરનો ચુકાદો આવવાનો બાકી છે.આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ હાલમાં કોઈ નિર્ણય આ મુદ્દે આપી શકે તેમ નથી.સાથે સાથે કોર્ટે કહ્યુ હતુ કે, પહેલા હાઈકોર્ટ આ મામલા પર ધ્યાન આપે પછી અમે તેના પર વિચારણા કરીશું.