સુપ્રીમ કોર્ટે દેશની રાજધાની દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ માટે કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બનેલી બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખતા પહેલા સળંગ સાડા ચાર દિવસ સુધી કેન્દ્ર અને દિલ્હી સરકારનું પ્રતિનિધિત્ત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ એ એમ સિંઘવીની દલીલો સાંભળી હતી.