દિલ્હી હાઈકોર્ટના (Delhi High Court) ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના (Justice Yashwant Verma) ઘરે આગ દરમિયાન મળેલી રોકડ રકમની તસવીરો અને વીડિયો સાર્વજનિક થઈ ગયા છે. દિલ્હી હાઈકોર્ટના (Delhi High Court) ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે આ મામલાની આંતરિક તપાસ બાદ 21 માર્ચે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટ દ્વારા 22 માર્ચ 2025 (શનિવાર)ના રોજ મોડી રાત્રે જાહેર કરવામાં આવી છે.
આ રિપોર્ટની સાથે સુપ્રીમ કોર્ટે તે રૂમના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ જાહેર કર્યા છે જ્યાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. તસવીરો અને વીડિયોમાં સામે આવ્યું છે કે જે રૂમમાં આગ લાગી હતી તે રૂમમાં 500 રૂપિયાની બળી ગયેલી અને અડધી બળી ગયેલી નોટોના બંડલ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ રૂમમાંથી ફાયર બ્રિગેડને નોટોની 4-5 બેગ મળી આવી હતી. જસ્ટિસ વર્માના ઘરમાં 14 માર્ચે આગ લાગી હતી.