સુપ્રીમ કોર્ટે ૨૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કરાવવાના આરબીઆઇના નોટિફિકેશનને પડકારતી અરજીની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલ્લા અને ન્યાયમૂર્તિ કે વી વિશ્વનાથનની વેકેશન બેન્ચે તાત્કાલિક સુનાવણીની અરજકર્તા એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની માગ ફગાવી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે અમે આ પ્રકારના કેસોની સુનાવણી ઉનાળાના વેકેશનમાં કરતા નથી. તાત્કાલિક સુનાવણીની માગ કરતા અરજકર્તાએ જણાવ્યું હતું કે ૨૦૦૦ રૂપિયાની નોટ પણ કોઇ પણ આઇડી પ્રુફ વગર બદલવામાં આવી રહી છે.