દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં રહેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને આજે પણ સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી . કોર્ટે કેજરીવાલની હાલ માટે વચગાળાના જામીનની માંગને ફગાવી દીધી હતી. કેજરીવાલ ની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI ને પણ નોટિસ પાઠવી છે. હવે આ કેસની આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે. કેજરીવાલે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા તેમની ધરપકડને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.