સુપ્રીમ કોર્ટે એકથી વધુ બેઠકો પર ચૂંટણી લડવા પર પ્રતિબંધની માગ કરતી અરજી ફગાવી દેતાં જણાવ્યું હતું કે આ બાબત સંસદીય નીતિ સાથે સંકળાયેલી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે વિવિધ કારણોસર ઉમેદવાર એકથી વધારેે બેઠક પર ચૂંટણી લડી શકે છે. ખંડપીઠમાં ન્યાયમૂર્તિ પી એસ નરસિંહા અને ન્યાયમૂર્તિ જે બી પારડીપવાલા પણ સામેલ હતાં. આ અરજી એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે દાખલ કરી હતી.