ઉત્તરાખંડમાં જોશીમઠમાં ઘરોમાં તિરાડો પડવાને લઈને કરવામાં આવેલી અરજીઓ પર તત્કાલ સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યુ કે દરેક કેસની જલ્દી સુનાવણી ના થઈ શકે, આ મામલા માટે લોકતાંત્રિક સંસ્થાઓ છે, જે કામ કરી રહી છે. આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી થશે. ઉત્તરાખંડ સરકાર લોકોની સુરક્ષા વ્યવસ્થા અને રહેવા-જમવાની વ્યવસ્થામાં લાગેલી છે.