ગુજરાતની નીચલી કોર્ટના 68 જજોના પ્રમોશન પર રોક લગાવાઇ છે. સુપ્રીમ કોર્ટે જજોના પ્રમોશન પર રોક લગાવી છે. પ્રમોશન મળનાર જજોમાં રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજનું નામ પણ યાદીમાં સામેલ હતું. ત્યારે તેમનું પણ પ્રમોશન હાલ અટવાયુ છે. સુપ્રીમ કોર્ટે કેટલાક ચોક્કસ અવલોકન કર્યા છે. જેના આધારે આ રોક લગાવી હોવાની માહિતી સામે આવી છે.