લગ્ન અથવા સાથે રહેવું વ્યકિતના જીવનનો અભિન્ન હિસ્સો છે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. કોર્ટે માર્ગ અકસ્માતને કારણે ૭૫ ટકા બૌદ્ધિક અક્ષમ બની ગયેલ મહિલાને મળનારી વળતરની રકમ વધારી ૫૦.૮૭ લાખ રૂપિયા કરી છે.
ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ કે વી વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે મહિલા એ સમયે સાત વર્ષની બાળકી હતી જ્યારે ૨૦૦૯માં માર્ગ અકસ્માત થયો હતો. મેડિકલ પ્રમાણપત્ર અનુસાર તે મધ્યમ સ્તરની બૌદ્ધિક અક્ષમતાથી પીડિત છે.