રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકસભા ચુંટણી છેલ્લા તબક્કાનું મતદાન સવારના 5.30 વાગ્યાથી શરુ કરવા માટે અરજી કરવામાં આવી હતી તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. 7મા અને છેલ્લા તબક્કાની ચૂંટણી 19મીએ યોજાશે. રોજા રાખતા મુસ્લિમોને ગરમીમાં મુશ્કેલી પડતી હોવાથી મતદાનનો સમય વહેલો કરવાની માંગ કરાઈ હતી. અગાઉ ચૂંટણી પંચ પણ આ માંગણી ફગાવી ચૂક્યું છે. જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ સંજીવ ખન્નાની વેકેશન બેન્ચે કહ્યું કે આવી માંગનો નિર્ણયનો વિશેષાધિકાર માત્ર ચૂંટણીપંચ પાસે છે. ચૂંટણીપંચે જે નક્કી કર્યું છે તે બરાબર છે. બેન્ચે કહ્યું કે મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી છે અને લોકો સવારમાં વોટિંગ કરી શકે છે.