સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડને એમ્સ્ટરડેમમાં આયોજિત ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે 14 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે મુસાફરી કરવાની મંજૂરી આપી છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ સાયકલ મહેશના નિર્માતા તરીકે સેતલવાડને ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આયોજકો તરફથી આમંત્રણ મળ્યું હતું.