સુપ્રીમકોર્ટે લખીમપુર ખીરી કેસમાં આરોપી આશીષ મિશ્રાને વચગાળાના જામીન આપી દીધા છે. તેને 8 અઠવાડિયા માટે શરતોને અધીન જામીન અપાયા છે. તેને સંબંધિત કોર્ટને તેની લોકેશન વિશે અપડેટ આપતા રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. સાથે જ કોર્ટે કહ્યું કે આશીષ મિશ્રા કે તેના પરિવારે જો કેસ સંબંધિત સાક્ષીઓને પ્રભાવિત કરવા કે પછી ટ્રાયલમાં વિલંબનો પ્રયાસ કર્યો તો જામીન રદ કરાશે. આશીષ મિશ્રા કેન્દ્રીયમંત્રી અજય કુમાર મિશ્રાનો દીકરો છે. આશીષ મિશ્રા પર લખીમપુરમાં ખેડૂતોને ગાડી નીચે કચડી નાખવાનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કેસ સમાપ્ત થવા સુધી કોઈને જેલમાં રાખવા યોગ્ય નથી. આશીષ 1 વર્ષથી વધુ સમયથી જેલમાં છે.