સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે સેબીને એક્સટેન્શનની મંજૂરી આપી, 14 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ માંગ્યો
અદાણી ગ્રૂપને હચમચાવી મૂકનારા અમેરિકી શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચ ફર્મના રિપોર્ટમાં મૂકાયેલા આરોપોની તપાસ પૂરી કરવા માટે સુપ્રીમકોર્ટે SEBIને વધારાની મુદ્દત આપી દીધી છે. હવે આ મામલે 14 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.