સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપી છે. જેનો સીધો લાભ આર્થિક કટકોટીનો સામનો કરતી વોડફોન આઈડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જિઓ, બીએસએનએલ સહિતની કંપનીઓને થશે.
સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને કહ્યું છે કે, કંપનીઓએ બાકી ઈનકમ ટેક્સ પર વ્યાજ ચૂકવવુ પડશે નહીં. આ પગલાંથી ટેલિકોમ કંપનીઓને રૂ. 2000થી 3000 કરોડ સુધીનો લાભ થશે. અગાઉ ઓક્ટોબર, 2023માં સુપ્રીમ કોર્ટે રેવેન્યૂ ખર્ચમાં સામેલ લાયસન્સ ફીને મૂડી ખર્ચ કેટેગરીમાં વર્ગીકૃત કરી હતી. ઉલ્લેખનીય છે, આ રાહત જૂની બાકી એજીઆરમાં લાગૂ થશે નહીં.