દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે. કમિટીમાં સામેલ બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક હાઇકોર્ટના ન્યાયાધીશે વર્માના ઘરની મુલાકાત લીધી હતી. આશરે ૩૦થી ૩૫ મિનિટ સુધી તેઓ વર્માના ઘરમાં રહ્યા હતા. કમિટીની તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે જેના આધારે બાદમાં ન્યાયાધીશ વર્માનું ભાવી નક્કી થશે. કમિટીએ એ સ્થળની પણ મુલાકાત લીધી હતી કે જ્યાંથી રૂપિયા મળી આવ્યા હતા.