ખેડૂતોને ખુશ કરવા માટે સરકારે ચાલુ વર્ષે એક ક્વિન્ટલ ડાંગરના ટેકાનો ભાવ ૧૪૩ રૂપિયા વધારીને ૨૧૮૩ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવનો આ વધારો છેલ્લા દાયકાનો બીજો સૌથી મોટો વધારો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮-૧૯માં એક ક્વિન્ટલ ડાંગરના ટેકાના ભાવમાં ૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
૨૦૨૩-૨૪ના ખરીફ પાકો માટે ટેકાના ભાવમાં ૫.૩ ટકાથી લઇને ૧૦.૩૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રૂપિયાની દ્રષ્ટિએ જોઇએ તો ટેકાના ભાવમાં ક્વિ