કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. જે સાથે જ હવે અન્ય રાજ્યોમાં પણ ચોમાસાનો વરસાદ પડવાની શરૂઆત થઇ છે. દિલ્હીમાં સોમવારે ભારે પવન સાથે વરસાદ પડયો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડયા હતા. પવનની ગતી પ્રતિ કલાકે ૧૦૦ કિમીની હોવાથી અનેક વિસ્તારોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ પડયા હતા. આ સાથે જ માત્ર સવા કલાકમાં જ દિલ્હીના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી તરફ કેરળમાં શરૂઆત બાદ હવે તેની આસપાસના રાજ્યોમાં પણ ભારેે વરસાદ સાથે દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનંુ આગમન થઇ ગયું છે. કેરળ અને આસપાસના રાજ્યોમાં સોમવારે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય અરબ સાગરના કેટલાક હિસ્સા, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. આગામી ત્રણ ચાર દિવસમાં આ રાજ્યોમાંથી ચોમાસુ આગળ વધી જશે.