આજે સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં કારોબાર લાલ નિશાન નીચે નજરે પડી રહ્યો છે. આજે 20 ડિસેમ્બરે ભારતીય સૂચકાંકોમાં નિફટી 18400 ની નીચે ઘટાડા સાથે ખુલ્યો હતો. બીજી તરફ સેન્સેક્સએ 301.64 પોઈન્ટ અથવા 0.49% ઘટીને 61504.55 કારોબાર શરૂ કર્યો હતો. નિફ્ટી 91.10 પોઈન્ટ અથવા 0.49% ઘટીને 18329.40 પર ખુલ્યો હતો. આજે શરૂઆતી કારોબારમાં લગભગ 1126 શેર વધ્યા તો 850 શેરના ભાવ તૂટયા હતા અને 120 શેર યથાવત છે. મારુતિ સુઝુકી, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક્નોલોજીસ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ નિફ્ટી પર ટોપ લોસર્સની યાદીમાં સામેલ છે. ભારતીય રૂપિયો અગાઉના 82.70ના બંધ સામે મંગળવારે નજીવો ઊંચો 82.64 પ્રતિ ડોલર ખૂલ્યો હતો.