ભારતીય શેરબજારની વર્ષ 2021ના પ્રથમ દિવસે ધમાકેદાર શરૂઆત થઇ છે. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઇએ પહોંચ્યા હતા અને નિફ્ટી 14,000ની મહત્વપૂર્ણ સપાટીની ઉપર ટ્રેડ થતો દેખાઇ રહ્યો છે. આજે 1લી જાન્યુઆરી 2021ના રોજ સેન્સેક્સ ગુરુવારના 47,751ના પાછલા બંધ સામે આજે 47,785ના સ્તરે ખૂલીને 170 પોઇન્ટ ઉછળીને ઉપરમાં 47,916ની નવી ઉંચાઇને સ્પર્શ્યો હતો. હાલ 153 પોઇન્ટના સુધારામાં 47,902ના સ્તરે ક્વોટ થઇ રહ્યો હતો. તો બેન્ચમાર્ક નિફ્ટી-50 ઇન્ડેક્સ પણ ગુરુવારના 13,981ના પાછલા બંધ સામે આજે શુક્રવારે 19996ના મથાળે ખૂલીને ઉપરમાં 14028 થયો અને હાલ 31 પોઇન્ટના સુધારામાં 14013ના ક્વોટ થઇ રહ્યો છે.