રાજ્યના ગૃહ વિભાગે જાહેર સ્થળો, કાર્યસ્થળો અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે. આ ઉપરાંત ફોર વ્હીલમાં મુસાફરી દરમિયાન વાહનમાં એક વ્યક્તિ હોય કે તેનાથી વધારે દરેકે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. જેના પગલે રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહનોનાં ચાલકોએ અને મુસાફરોએ માસ્ક પહેરવું પડશે. માસ્ક નહી પહેર્યું હોય તો દંડ વસુલવામાં આવશે.
અમદાવાદની વિશેષ શાખાના અધિક્ષ પોલીસ કમિશ્નર ડી.એચ દેસાઇએ તમામ ઝોન અને ટ્રાફિક પોલીસ, એસઓજી, સાયબર ક્રાઇમને ગૃહવિભાગના હવાલાથી જાણ કરી હતી કે, શહેરમાં કોઇ પણ ફોર વહ્લીમાં મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત હોવાની જાણ કરી હતી. જેના પગલે રિક્ષા, ટેક્સી કે કેબ ચાલક સરકારી કે ખાનગી વાહનચાલકો અને મુસાફરોએ તમામે માસ્ક ફરજિયાત પહેરવો પડશે. ડ્રાઇવર એકલા હશે તો પણ માસ્ક ફરજીયાત પણે પહેરવાનો રહેશે.