હરિયાણા સરકારે રાજયમાં આયાતી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં વિદેશી ફટાકડાના સંગ્રહ કરવા અને વેચાણ પર મનાઇ ફરમાવી છે. આ મામલે તમામ જીલ્લા અધિકારીઓને નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તેમાં જણાવ્યુ છે કે, જો કોઇ પણની પાસે આયાતી ફટાકડા પકડાશે અથવા વેચાણ કરતા પકડાશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મનોહર લાલ ખટ્ટર સરકારે કહ્યુ કે, તમામ દુકાનો તેમજ ફેકટરીઓની તપાસ કરવામાં આવશે. તપાસ કરીને તેની ખાતરી કરવામાં આવશે તે તેમની દુકાનોમાં વિદેશી ફટાકડાઓનો સંગ્રહ કરાયો નથી. જો જરૂર પડે તો જીલ્લા અધિકારીઓ સાવચેતીના ભાગરૂપ રીતે કાર્યવાહી પણ કરી શકે છે.