જૂનાગઢના કેશોદમાં તુવેર કૌભાંડ મામલે કાંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે તુવેર ભેળવીને મળતિયાઓને માલામાલ કરવાનું આ કૌભાંડ છે. અનેકવાર છતાં તેનું કોઈ નિરાકરણન નથી આવતું સરકારની મિલીભગતથી જ કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો બીજી તરફ લલિત વસોયાએ કૌભાંડ મોટા માથાનો હાથ હોવાનોં આક્ષેપ કર્યાં છે.
તો રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડિયાએ કહુયુ કે, કોઈપણ કૌભાંડીને છોડવામાં નહીં આવે. હલકી ગુણવત્તાની તુવેર તપાસ કરવામાં આવશે. રાજડિયાએ કહ્યું જો કોઈ માટા માથાના નામ સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો આ મામલે કિસાન કાંગ્રેસના સભ્ય પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે જયેશ રાદડિયા અધૂરી માહિતી લઈને નિવેદન આપી રહ્યું છે. સત્ય શું છે તે અંગે તે જાણતા જ નથી.
મહત્વનું છે કે, બુધવારે સરકાર દ્વારા 85 લાખ રુપિયાની તુવેર સીઝ કરવામાં આવી છે. આ મામલે યોગ્ય તપાસ બાદ કેશોદના અનેક રાજકીય નેતાઓના નામ સામે આવી શકે છે. તુવેર કૌંભાંડમાં અધિકારીઓ અને કર્મચારીઓના નામ ખુલે તેવી શક્યતા છે.
સમગ્ર અહેવાલ વિશે જણાવીએ તો, કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ નાફેડ દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે પૂર્ણ પણ થઇ હોવાથી યાર્ડના શેડમાંથી માલ ટ્રક ભરીને ગોડાઉન સુધી પહોંચતો કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જો કે 3 ટ્રકમાં અનેક કટાઓમાંથી નબળી તુવેર હોવાનું બહાર આવતા જ તે માલ રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. ટેકાનાં ભાવે ખરેદેલી 3241 ગુણી કિંમત રૂ.90 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પોલીસે 7 શખ્સો સામે ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂતો પાસેથી ચોખ્ખી ખરીદાયેલી તુવેરમાં 30 માર્ચ તેમજ 11 અને 12 એપ્રિલની રાત્રે ડાઠાની ભેળસેળ કરવામાં આવી હતી.