દિવાળી ટાણે રાજ્ય સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકોની ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13,800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત પહેલી નવેમ્બર, 2024 ના રોજ કરાશે તેમ જણાવાયું છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. સરકારના આ નિર્ણયથી હાલ ભરતીને સમાંતર કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકોને મોટો લાભ થશે.