Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની ખરીદી માટે વિશેષ સહાય આપવાની યોજના વર્ષ ૨૦૨૧-૨૨થી અમલમાં છે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં ૭૪૫૨ અરજીઓ અને પાટણ જિલ્લામાં ૯૬૮૨ અરજીઓ મળી હતી. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૭૩૧૯ અરજીઓ મંજૂર કરી રૂ.૧.૪૬ કરોડથી વધુ રકમની સહાય અને પાટણ જિલ્લામાં ૭૭૦૭ અરજીઓ મંજૂર કરી રૂ.૧.૫૪ કરોડથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી છે. તેવી જ રીતે વર્ષ ૨૦૨૩-૨૪માં તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ પાટણ જિલ્લામાં ૧૯૭૫ અરજીઓ મંજૂર કરી રૂ.૩૯.૫૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. એટલું જ નહિ, યુક્ત સ્થિતિએ કોઈ અરજીઓ પડતર નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ