ગુજરાત સરકારે અનલૉક-4ની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન્સ મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યમાં આજથી હોટલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પબ્લિક ગાર્ડન પણ ખુલશે અને ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે.
ગાઈડલાઈન્સ પ્રમાણે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.