રાજ્યમાં વિધાનસભાની ચૂટંણીના પડઘમ વાગી રહ્યા છે. હવે ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે :છે ના તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા. ત્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની વિવિધ તર્ક વિતર્કોનો આજે પૂર્ણ વિરામ લાગી જશે. આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.