ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં આજે સુરતના ઓલપાડ મત વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે એકબીજા સાથે વાતચીત કરતા હોવાના કારણે અધ્યક્ષે ઠપકો આપ્યો હતો. વિધાનસભા અને લોકસભાના સત્રો દરમિયાન જનપ્રતિનીધીઓએ સદનના નિયમનો પાલન કરવાનું હોય છે. સદનના નિયમો મુજબ, મોબાઇલ કે ગેજેટ્સના ઉપયોગ તેમજ એકબીજા સાથે વાતચીત કરવાની મનાઇ હોય છે તેમ છતાં ધારાસભ્યો અને સાંસદો આવા નિયમો તોડતા જોવા મળે છે.
આવી ઘટના ગુજરાત વિધાનસભામાં બની હતી.