દેશના લોકો માટે અચ્છે દિનનો આધાર આજે પણ ચોમાસા પર રહ્યો છે ત્યારે આજે દેશના હવામાન વિભાગે નૈઋત્ય (સાઉથવેસ્ટ)નું ચોમાસુ ભારતમાં કેરલથી તા.31 મેના બેસવાની આગાહી કરી છે. આ પહેલા હવામાન વિભાગે દેશમાં ઈ.સ.2021નું ચોમાસુ સારૂ રહેવાની અને 98 ટકા વરસાદની આગાહી કરી છે. કેરલમાં બેસતું ચોમાસુ કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર,કચ્છ તરફ આવતું હોય છે.