SS રાજામૌલીની ફિલ્મ RRR ના ટ્રેક ‘નાટુ નાટુ’ને શ્રેષ્ઠ ગીત માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. સંગીતકાર એમએમ કેરાવની, ગાયક કાલ ભૈરવ અને રાહુલ સિપ્લીગુંજના આ ગીતને 80માં ગોલ્ડન ગ્લોબ્સમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આનાથી આખી ટીમ ખૂબ જ ખુશ છે.