Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના નિવૃત DYSP સી.જે ભરવાડના પુત્ર સમીર ભરવાડે શેલા ગામની હદમાં મોનાર્ક સીટી ખાતેના પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમનો માહોલ જોવા મળી રહ્યો છે. બોપલ પોલીસે આ અંગે એડીની ગુનો નોંધી આત્મહત્યાનું કારણ શોધવા પ્રયાસ હાથ ધર્યા છે.

બોપલમાં આવેલા શેલા ગામ ખાતેના મોનાર્ક સીટીમાં નિવૃત DYSP છગનભાઈ.જે.ભરવાડ તેમના પરિવાર સાથે રહે છે. છગનભાઈનો પુત્ર સમીર (ઉં,30)થલતેજ ખાતે કેમ્બે હોટલમાં નોકરી કરતો હતો. સમીરના પરિવારમાં પત્ની અને 4 વર્ષનો દીકરો છે. છગનભાઈ ધોળકા તાલુકાના ખાનપુર ગામે આવેલી જમીનની ખેતીનું કામ જોતા હતા. જેથી તેવો અવારનવાર ધોળકા ખાનપુર ગામે જતા હતા. છગનભાઇ ખાનપુર ગામે કામ અર્થે રોકાયા હોવાથી સમીર અને તેની પત્ની શુક્રવારે ચાર વર્ષના પુત્ર સાથે ઘરે એકલા હતા. સમીરે શનિવારે પરોઢે 4 વાગ્યે પત્ની સાથે બેસી ચા પીધી હતી. બાદમાં પત્નીને જણાવ્યું કે, તું ઉપરના રૂમમાં સુઈ રહેલા દીકરાનું ધ્યાન રાખ હું નીચે સુઈ જાવ છું. સવારે 10 વાગ્યે સમીરની પત્ની નીચેના રૂમ આવી તો પતિને મૃત હાલતમાં જોઈ બુમાબુમ કરી હતી. બનાવની જાણ થતાં બોપલ પોલીસ સ્થળ પર પહોંચી હતી.

પોલીસ તપાસમાં સમીરે તેના પિતાની રિવોલ્વર (વેમ્બલી)થી દાઢીના નીચેના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી હતી. બોપલ પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે. બોપલ પીઆઈ આર.આર રાઠવાએ જણાવ્યું હતું કે, સમીરે ક્યાં કારણસર સ્યુસાઈડ કર્યું તે જાણવા નથી મળ્યું. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ