ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં જાહેર થયેલ પરિણામમાં સિવિલ હોસ્પિટલમાં કેર ટેકર(સફાઈ કામદાર) તરીકે નોકરી કરતા અશોકભાઈના દીકરા યશ અધિકારીએ 99.80 પર્સેન્ટાઈલ અને 93 ટકા સાથે પ્રેરણાદાયક અનોખી સિદ્ધિ મેળવી છે.
યશના ભાઈ સિદ્ધાર્થ પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ધોરણ 12 સાયન્સમાં તેજસ્વી વિદ્યાર્થી બનેલા યશને PDPUમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે.
યશના પિતા અશોકભાઈ કે જેઓ એક સામાન્ય સફાઈ કામદાર તરીકે નોકરી કરી રહ્યાં છે. પરંતુ તેમના દીકરાઓના મોટા માણસ બનાવવા માટે તેમણે પેટ પાટા બાંધીને બંને પુત્રોને ભણાવવા માટે કોઈ કસર રાખા નથી.
હવે મારે IAS ઓફિસર બનવાનો ગોલ: એલ.ડી એન્જિનિયરીંગમાંથી કોમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા છે. ત્યારબાદ IAS ઓફિસર બનવાનો ગોલ છે. પહેલાથી નક્કી કર્યું હતું કે 90 ટકાથી વધુ રિજલ્ટ લાવવાનું છે. સારા પરિણામ માટે દિવસ દરમિયાન 8 કલાક વાચન કરતો હતો. પેપર લખવાથી ખુબ જ ફાયદો થયો.