દેશના ઓટો સેક્ટરમાં મંદી ચરમસીમા પર પહોંચી છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ હરિયાણામાં આવેલા ગુરુગ્રામ અને માનેસર ખાતેના પ્લાન્ટમાં બે દિવસ પ્રોડક્શન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૭ અને ૯ સપ્ટેમ્બરના રોજ કંપનીના ગુરુગ્રામ અને માનેસર ખાતેના પ્લાન્ટમાં તમામ મેન્યુફેક્ચરિંગ અટકાવીને નો પ્રોડક્શન ડે પળાશે. ગુરુગ્રામ ખાતેના કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્પાદન અને વેચાણમાં આવી ગયેલા તફાવતને દૂર કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ઉત્પાદનના પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું નથી તેથી કંપનીએ સ્ટોક ક્લિયરન્સ માટે બે દિવસ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઓટો સેક્ટરમાં પ્રવર્તી રહેલી મંદીના કારણે મારુતિ સુઝુકીના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. આ નિર્ણય ઓટો સેક્ટરમાં પ્રવર્તતી મંદીના કારણે લેવાયો છે.