ભૂમિ સેના દિવસ પૂર્વે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ભૂમિ દળના વડા જનરલ મનોજ પાંડેએ આર્મીના જવાનોની પ્રશંસા કરતા સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે, સમગ્ર લાઇન ઑફ કંટ્રોલ (એલ.ઓ.સી.) ઉપર વિરોધીઓની રાક્ષસી સાજીશને તેમણે સફળ થવા દીધી નથી અને મજબૂત તથા નિશ્ચિત રીતે વિરોધીઓનો સામનો કર્યો છે.
અત્યારે તો પૂર્વ લડાખમાં (ચીન સાથેની) ઉધર સરહદે તો સ્થિતિ સ્થિર છે છતાં તે વિષે કશું કહી શકાય તેમ નથી.
સરહદે અને એલએસી ઉપર રહેલા જવાનોની પ્રશંસા કરતા તેઓએ વધુમા જણાવ્યું હતું કે, ''ભૂમિ દળે મહત્ત્વના પાંચ મુદ્દાઓ પરિવર્તન કરવા નિર્ણય કર્યો છે. તે છે દળોની પુનર્વ્યવસ્થા, આશાવાદ, આધુનિકીકરણ, નવી ટેક્નોલોજી આત્મસાત કરવી, 'અગ્નિપથ' જેવા જવાનો માટે વ્યવસ્થા ગોઠવવી, તેમની સમગ્ર સીસ્ટીમ (વ્યવસ્થા) અને પ્રોસેસ (કાર્યવાહી)નું સંકલન.