ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અનેક શહેરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મળતી માહિતી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. દેશ ભરમાં શિયાળો ચાલી રહ્યો છે ત્યારે તે બધાની વચ્ચે કમોસમી વરસાદે લોકોની ચિંતા વધારી છે. ખેડૂતો પણ આ સમયે શિયાળુ પાકની તૈયારી કરતા હોય છે. ત્યારે પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.