રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ જ છે. વડોદારા, રાજકોટને ધમરોળ્યા બાદ હવે મેઘરાજા દક્ષિણ અને મધ્ય ગુજરાત તરફ વળ્યા છે. ઓલપાડ અને ખંભાતમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે બજારોમાં નદી વહેતી થઇ હતી, તો લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં સવારથી અતિભારે વરસાદ પડ્યો, ખાસ કરીને ખંભાતમાં બે કલાકમાં સાત ઇંચ વરસાદ પડતા ગોઠણડૂબ પાણી ભરાયા હતા. તો સવારથી બપોર સુધીમાં ખંભાતમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.