મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં સ્પ્રિંગ જેવો ભાવ ઉછાળો જોવા મળતાં રૂપિયો રેકોર્ડ નીચા તળિયે ખાબક્યો હતો સામે ડોલરના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચી ગયા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ પોણા ટકાનો વધારો કરવામાં આવતાં ભારત તેમ જ વિશ્વભરના કરન્સી બજારમાં આજે વ્યાપક ઉથલપાથલ સર્જાઈ હતી. અને બજારના ખેલાડીઓ અવાક બની ગયા હતા. રૂપિયા સામે આજે ડોલરના ભાવ ઉછળી ઉંચામાં રૂ.૮૦.૯૬ની નવી ટોચે ચાલુ બજારે પહોંચી ગયા હતા.