મહારાષ્ટ્રની શિંદે સરકારે ચૂંટણી પહેલાં લઘુમતી મતદારોને ખુશ કરવા માટે મદરેસાના મૌલવીઓના પગારમાં વધારો કરી દીધો છે. એ મુદ્દે વિવાદ થયો છે. ભાજપ-શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીએ મળીને સહમતીથી આ નિર્ણય કરી લીધો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થવાની તૈયારી છે તે પહેલાં રાજ્ય સરકારે લઘુમતી મતદારોના સમર્થન માટે લ્હાણીની જાહેરાત કરી છે.