કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કોર્પોરેટ ટેક્સમાં શુક્રવારે કાપ મુકવામાં આવ્યા પછી સોમવારે દેશનાં બંને શેરબજારોમાં ફુલગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ઈન્ટ્રા ડે ૧૪૦૦ પોઈન્ટ ઉછળીને ૩૯૪૪૧ની ટોચેથી પાછો ફર્યો હતો અને દિવસનાં અંતે ૧૦૭૫.૪૧ પોઈન્ટનાં ઉછાળે ૩૯૦૯૦.૦૩ પોઈન્ટ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૩૨૯.૨૦ પોઈન્ટ વધીને ૧૧૬૦૩.૪૦ પોઈન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સે ઈન્ટ્રા ડે ૩૯૪૪૧ની ઉપલી સપાટી અને ૩૮૬૭૪.૦૪ની નીચી સપાટી બનાવી હતી.