દેશમાં રસીકરણ શરૂ થતાં પહેલાં ૮ જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લામાં દ્વિતીય વેક્સિન ડ્રાય રન યોજાશે. હરિયાણા અને ઉત્તર પ્રદેશને બાદ કરતા સમગ્ર દેશમાં બીજી ટ્રાયલ યોજાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રસીકરણ અંગેની તૈયારીઓનું ફરીથી સરવૈયું લેવા માટે આ ડ્રાય રન યોજવામાં આવશે. આ ઉપરાંત મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દેશના તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે પણ રસીકરણ અંગે બેઠક કરશે. બીજી તરફ દેશમાં બુધવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના નવા ૧૮,૦૮૮ કેસ નોંધાતા અત્યારસુધીમાં સંક્રમિત થયેલા કુલ સંખ્યા ૧,૦૩,૭૪,૯૩૨ને આંબી ગઇ છે. વીતેલા ૨૪ કલાકમાં કુલ ૨૪૬ લોકોના મૃત્યુ નોંધાતાં દેશનો મૃત્યાંક વધીને ૧,૫૦,૧૧૪ થયો છે.