ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ વર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચ વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસન સામે રમાઈ રહી છે. ફાઈનલ અંતર્ગત બે દિવસમાં બે ગેમ રમાઈ હતી અને બંને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. 18 વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ 32 વર્ષીય કાર્લસનને બંને ગેમ્સમાં જોરદાર ટક્કર આપી હતી. હવે ચેમ્પિયનનો નિર્ણય આજે ટાઈ બ્રેકર દ્વારા થશે. બંને વચ્ચેની પ્રથમ ગેમ 34 ચાલ સુધી ચાલી હતી,