કેન્દ્રીય કેબિનેટે પ્રધાન મંત્રી ગરીબ અન્ન યોજના(પીએમજીકેએવાય) હેઠળ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને દર મહિને મફત પાંચ કીલો અનાજ આપવાની સ્કીમ વધુ ચાર મહિના લંબાવીને માર્ચ, 2022 સુધી ચાલુ રાખવાના નિર્ણયને મંજૂરી આપી છે. કેબિનેટના આ નિર્ણયથી સરકારી તિજોરી પર 53,344 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
ઉલ્લેખનીય છે કે પીએેમજીકેએવાય હેઠળ મફત અનાજ આપવાની જાહેરાત ગયા વર્ષે માર્ચ મહિનામાં કરવામાં આવી હતી. આ જાહેરાત કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગરીબોને રાહત આપવા માટે કરવામાં આવી હતી. આ નિર્ણય અંગેની વિગત આપતા માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કેબિનેટે પીએમજીકેએવાય પ્રોગ્રામ વધુ ચાર મહિના લંબાવીને માર્ચ, 2022 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.