વિશ્વની મહાસત્તા અને આર્થિક વ્યવહારોમાં વિશ્વના બજારોમાં પ્રભુત્વ ધરાવતાં અમેરિકી ડોલર ફરી વૈશ્વિક ચલણો સામે સતત મજબૂત થતો રહી નવા રેકોર્ડ સજીૅ રહ્યો છે. ફોરેન ફંડોની ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત વેચવાલીના પરિણામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું સતત પતન થતું રહી આજે વધુ ૪૧ પૈસા તૂટીને ૭૯.૩૬ના નવા ઐતિહાસિક તળીયે આવી ગયો હતો. જ્યારે વૈશ્વિક ગેસના વધતાં ભાવ સાથે યુરો ઝોનમાં જૂનમાં ફુગાવો ૮.૬ ટકાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી જતાં ડોલર સામે યુરો ૨૦ વર્ષના તળીયે આવી ગયો હતો.રૂપિયો નબળો પડતાં ક્રુડ ઓઈલ સહિતની આયાત મોંઘી બનવાથી સરકારે તાજેતરમાં સોનાની આયાત અંકુશ માટે કસ્ટમ ડયુટીમાં વધારો કરવાના અને પેટ્રોલ, ડિઝલ સહિતની નિકાસો પર લેવીના લીધેલા પગલાં અસરહિન પૂરવાર થશે.