ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી માટેના નવા નિયમો સાથેનું નોટિફિકેશન શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું છે. જે મુજબ હવે ટાટ(ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ )ના જ માર્કસના આધારે સંપૂર્ણ ભરતી થશે. ટાટ પરીક્ષામાં જે ઉમેદવારોને 60 ટકા માર્કસ હશે. તે માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટે લાયક ગણાશે.