દેશના આર્થિક હિતોને નુકસાન પહોંચડવા માટે અને અર્બન નક્સલીઓ, ડાબેરીઓ તથા ટૂકડે-ટૂકડે ગેંગને મદદ કરવાના આક્ષેપ સાથે અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસની ટીકા કરતા પાંચજન્યના લેખથી આરએસએસે છેડો ફાડયો છે. સંઘે કહ્યું કે આ લેખને આરએસએસ સાથે સાંકળીને જોવો જોઈએ નહીં.
આરએસએસના મુખપત્ર પાંચજન્યમાં અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસની ટીકા કરતો લેખ પ્રકાશિત થયા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ રવિવારે આ લેખથી અંતર જાળવ્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે પાંચજન્યમાં પ્રકાશિત લેખ લેખકનો વ્યક્તિગત મત દર્શાવે છે. સંઘને તેની સાથે કોઈ લેવા દેવા નથી.