વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોર બાદ અમદવાદ આવી રહ્યા છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જ્યંતી નિમિત્તે વાડાપ્રધાન અમદાવાદનાં એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે.
પીએમ મોદી આજે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટની બહાર ગુજસેલનાં ગ્રાઉન્ડ પર વડાપ્રધાન જાહેર સભાને પણ સંબોધશે. જે બાદ સાબરમતીમાં આવેલા મહાત્મા ગાંધીનાં આશ્રમ ખાતે 20 મિનિટ જેટલો સમય વિતાવશે. ત્યાંથી સાત વાગ્યાની આસપાસ રિવરફ્રન્ટ જશે. જેના પગલે બપોરે 1 વાગ્યાથી રાતનાં 10 વાગ્યા સુધી આંબેડકર બ્રિજ નીચેથી વાડજ સ્મશાન ગૃહ કટ સુધીનો પશ્ચિમ રિવરફ્રન્ટનો રોડ તમામ પ્રકારના વાહનચાલકો માટે બંધ રહેશે.