મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા બે વિદ્યાર્થીઓના મામલે મુંબઈ હાઈકોર્ટે નીટનુ પરિણામ જાહેર કરવા સામે આપેલા સ્ટેને હટાવી લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, જે બે વિદ્યાર્થીઓને સમસ્યા ઉભી થઈ છે તેમના હિતની રક્ષા પણ થવી જોઈએ. નિરિક્ષકોએ સ્વીકાર્યુ છે કે, આ મામલામાં ભૂલ થઈ છે પણ સાથે સાથે બે વિદ્યાર્થીઓ માટે બાકીના લાખો વિદ્યાર્થીઓનુ પરિણામ રોકી શકાય નહી. સાથે સાથે સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સૂચના આપી હતી કે, જે બે વિદ્યાર્થીઓને સમસ્યા ઉભી થઈ છે તેનો ઉકેલ પણ લાવવામાં આવે.